મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
SHARE
મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડી તરફ આવતા રસ્તા ઉપર પીપળી નજીક પેટ્રોલ પંપ પાસે ડબલ સવારી બાઇકને ઊભું રાખ્યું હતું ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીનાં એક આધેડને હડફેટે લીધા હતા જેથી તેઓને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું અને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં કેનાલ રોડ ઉપર આવેલ શ્યામપાર્ક સોસાયટીમાં પાટીદાર પેલેસ બ્લોક નંબર 101 ખાતે રહેતા મીતભાઈ દિનેશચંદ્ર કાનાણી (31)એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા દિનેશચંદ્ર કરસનભાઈ કાનાણી (58) તથા સાહેદ જતીનભાઈ બંને જતીનભાઈના બાઈક નંબર જીજે 36 જે 2949 લઈને ઇલોક્સ ટાઇલ્સ કારખાનામાં હાર્ડવેરની વસ્તુઓની જરૂરત હતી જેથી હાર્ડવેરની વસ્તુઓ લેવા માટે ડબલ સવારી બાઈકમાં દુકાને જતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી તરફ જતા રસ્તા ઉપર આવેલ રામદેવ હોટલની બાજુમાં આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે બાઈકને રોડ સાઈડમાં ઉભું રાખ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક નજીકથી તેનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના પિતાને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનું મોત નીપજ્યું હતું અને વાહન ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો જેથી અજાણ્યા વાહન ચાલક સામે મૃતક આધેડના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે