રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE









ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા

કચ્છના હવાઈ જોડાણને વધુ સુદૃઢ બનાવતા ભુજથી દિલ્હી વચ્ચે આગામી 25મી તારીખથી વધુ એક ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે, જેને લઈને કચ્છના નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને આવકારતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


સાંસદએ જણાવ્યું હતું કે, “ભુજ-દિલ્હી વચ્ચે વધુ એક હવાઈ સેવા શરૂ થવાથી કચ્છ અને દિલ્હી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. કચ્છના વેપારીઓ, ઉદ્યોગકારો, પ્રવાસન ક્ષેત્રે, વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા કામકાજ માટે દિલ્હી આવન-જાવન કરતા નાગરિકોને તેનો સીધો લાભ મળશે.” કચ્છ જેવા વિશાળ અને મહત્વપૂર્ણ સરહદી જિલ્લામાં હવાઈ સુવિધાઓનો વિસ્તાર પણ મહત્વપૂર્ણ છે. ભુજથી દેશની રાજધાની દિલ્હી માટે વધારાની ફ્લાઈટ શરૂ થવાથી કચ્છના હવાઈ પરિવહન ક્ષેત્રને વધુ વેગ મળશે. કચ્છ થી દેશનાં અન્ય પ્રાંતો સાથે વિમાની સેવા શરુ થાય માટે પણ કેન્દ્ર માં રજુઆતો થાય છે. સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છની હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સતત રજૂઆતો અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ કચ્છના નાગરિકોને અન્ય પ્રાંતો ને જોડતી વિમાની સેવા-સુવિધાઓ મળે તે માટે પ્રયાસો ચાલુ રહેશે.




Latest News