રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE









મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના ભડીયાદ રોડ ઉપર એમ.જી. મહેતા સ્કૂલ સામે હરિઓમ કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવતા યુવાને પોતાની દુકાન પાસે સુવાની 3 મહિના પહેલા એક શખ્સને ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને આ શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને યુવાનને ડાબી આંખની નીચેના ભાગમાં છરી મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના ભડીયાદ ગામે મેઇન રોડ ઉપર રહેતા મોહિન્દરભાઈ મગનભાઈ અઘારા (43) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રભુ સુરેલા રહે. ભડીયાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ત્રણેક મહિના પહેલા ફરિયાદીએ આરોપીને દુકાને સામે સુવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને મોઢાના ભાગે ડાબી આંખની નીચેના ભાગમાં છરી મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News