મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ


SHARE







મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ પાલીકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને સરકારના મંત્રી તેમજ પાલિકા દ્વારા ઘણા બધા ખાતમુર્હત કરવામાં આવેલ છે. જે પૈકીનાં અમુક કામો જ ચાલુ થયેલ છે. સરકારના નિયમની જોગવાઈ મુજબ જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં સરકાર કે નગરપાલિકા દ્વારા જે તે કામના કોન્ટ્રકાટરની  સાથે કરવામાં આવેલ અગ્રીમેન્ટની એક નકલ ચાલતા કામના સાઈટ ઉપર રાખવી હોય છે તે મૂકવામાં આવતી નથી જેથી કરીને કામ ઉપર એગ્રીમેન્ટની કોપી રાખવામાં આવે અને ખાતમુર્હત કરેલ કામો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે

તેઓએ વધુમાં કહ્યું છે કે, મોરબીમાં કોન્ટ્રાકટ અને અધિકારીઓની મિલી ભગત જો થઇ જાય તો મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થવાની શક્યતાઓ રહેલ છે. જેથી કરીને કામના સ્થળ ઉપર અગ્રીમેન્ટની કોપી હોય તે જરૂરી છે જેથી લોકો જાણી શકે છે કે કેટલી રકમનું કામ છેકેટલા સમયમાં પૂરું કરવાનું છેકામની ગુણવત્તા છું છે ?, કામ ના સ્પેસીફીકેશન શું છે જેથી સરકારના પૈસા કે જે જાહેર જનતા પાસેથી ઉઘરાવેલ ટેકસથી આવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે પછી ગેરરીતી થાય છે તેની માહિતી લોકોને મળી શકે છે અને હીરાસરીના માર્ગનું કામ ચાલુ થયેલ છેજે કામ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને મંજુર થયેલ છે જેનું ખાતમુર્હત કર્યાં પછી ઘણા દિવસો બાદ પણ આ કામને ચાલુ કરેલ છે અને અગાઉ આ રસ્તાનું કામ જયારે થયેલ ત્યારે તેમાં ગેરરીતી થયેલનું જાણવા મળેલ હતું. અને કામની ગુણવતા પણ નબળી હતી. જેના કારણે સિમેન્ટ કોન્ક્રીટ રોડ ખુબ જ જલ્દી તૂટી જવા પામેલ છે આ વાતનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કરવાની માંગ કરી છે અને આ કામના એગ્રીમેન્ટની નકલ પણ માંગી છે કેમ કે તે સ્થળ ઉપર મૂકવામાં આવેલ નથી જો પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે 






Latest News