મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે રેડ કરીને નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને નકલી વિદેશીઓ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું 600 લિટર જેટલું કેમિકલ તથા કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ, 6.50 લાખ રૂપિયા રોકડા અને એક કાર આમ કુલ મળીને 20.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને 5 આરોપીને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓ ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પકડાયેલા આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી મુખ્ય આરોપીને પકડવા માટે અને આ નકલી દારૂના નેટવર્કને ભેદવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે

મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે મહેશ ઉર્ફે મુન્નાભાઈ કાંજિયા અને અજયસિંહ જાડેજાએ સાથે મળીને મકાનમાં કેમિકલમાંથી નકલી વિદેશી દારૂ બનાવતા હતા ત્યાર એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજા અને તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે નકલી વિદેશી દારૂ બનાવીને કાચની બોટલોમાં દારૂ ભરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી પોલીસે જુદાજુદા 3 ડ્રમમાંથી 600 લીટર આલ્કોહોલ જેવું કેમિકલયુક્ત પ્રવાહી, ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકની નળીઓ તથા આલ્કોહોલની ક્ષમતા માપવાનું મિટર સહીતની વસ્તુઓ કબ્જે કરી હતી અને 5 આરોપીઓ મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજિયા રહે. મોટા દહીસરા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા રહે. મોટા દહીસરા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. ઋષભનગર-5 મોરબી, કાનો રમેશભાઈ સિંધવ રહે. સોખડા મોરબી અને વિક્રમભાઈ કેશુભાઈ ધંધુકિયા રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરી હતી જો કે, રેડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી અજયસિંહ બાબુભાઈ જાડેજા રહે. મોટા દહીસરા વાળો હાજર ન હોય તેના સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.

ઉલેખનીય છે કે, નકલી વિદેશી દારૂની જે મિનિ ફેકટરી પકડાયેલ છે ત્યાં નકલી વિદેશી દારૂ બનાવવા માટે ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે જેથી આ ઇથેનોલ તેઓ કયાંથી લાવ્યા હતા અને બોટલીંગ તથા પેકેજીંગ માટે 1400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બાર કોડ અને ક્યુઆર કોડના સ્ટીકર મળી આવ્યા હતા તે રાજસ્થાનથી આવેલ છે જો કે, કોની પાસેથી આવેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જયારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નકલી વિદેશી દારૂ ભરેલ 23 પેટી, કાર અને 6.50 લાખ રૂપિયા રોકડા મળીને કુલ 20,75,444 નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આ ગુનાની તપાસ મોરબી એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજાને સોંપવામાં આવેલ હોય તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે




Latest News