મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે


SHARE





મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા કાલે બાળ સંચાલિત બાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળકોમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવાય તે હેતુથી "બાળ મહાસભા" નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદીજુદી શાળાના બાળકો ભાગ લેશે અને તેઓને જ મેયર, ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી સોંપવામાં આવશે.

કાર્યક્રમમાં મોરબી શહેરની વિવિધ શાળાઓના તેજસ્વી બાળકોને મહાનગરપાલિકાના નવયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટર તરીકેની સાંકેતિક જવાબદારીઓ સોંપવામાં આવશે. અને આમ કરવાથી શાળાના બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વહીવટી પ્રક્રિયાના ગુણોનો વિકાસ થાય છે તેમજ તેઓ પ્રજાકીય પ્રશ્નો અને તેના ઉકેલ અંગે વિચારતા થાય છે તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અને કાલે તા 09/09/2026 ના રોજ સવારે 10:30 કલાકે મોરબી મહાનગરપાલિકા સભાખંડમાં આ કાર્યક્રમ યોજાશે તેવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવેલ છે.




Latest News