ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ મોરબીમાંથી એસઓજી ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પકડ્યો શિક્ષકો ધારે તો વડાપ્રધાનના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકે છે” : મંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ ૧૦ અને ૧૨ માં જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તથા ૧૦૦ ટકા પરિણામ મેળવનારી શાળાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાડા પુલ પરની 100 જેટલી બેન્ચનું રંગરોગાન કરી નવીનીકરણ
Breaking news
Morbi Today

હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ


SHARE





હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ

 

હળવદમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં યુવાન પાઇપ ઉપર ઉભો હતો અને તે પાઇપ ઉપર એક શખ્સ બેઠેલો હતો દરમિયાન પાઇપ તૂટવાના કારણે પાઇપ ઉપર બેઠેલ શખ્સ નીચે પડ્યો હતો જેથી તેને પાઇપ ઉપરની નીચે પટકાતાં ગુસ્સે ભરાયેલ શખ્સને પાઇપ ઉપર ઉભેલા વ્યક્તિને ગુપ્ત ભાગે પાટુ માર્યું હતું જેથી યુવાનને ડાબી બાજુએ શુક્રપિંડમાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનો કાયમી નાશ થયો છે આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

હળવદ તાલુકાના સિરોહી ગામે રહેતા અને મજૂર કામ કરતા દિલીપભાઈ આલાભાઇ વાઘેલા (45એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિહાન્ત રતિલાલ ચૌહાણ રહે.ચરાડવાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે હળવદ ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં આરોપી લોખંડની પાઇપ ઉપર બેઠેલો હતો અને તે પાઇપ ઉપર સાહેદ પ્રકાશભાઈ ઉભા હતા જેથી લોખંડનો પાઇપ તૂટી પડ્યો હતો અને આરોપી વિહાન્ત નીચે પડી ગયો હતો જેથી ગુસ્સે ભરાયેલા વિહાન્તે પ્રકાશભાઈને ગુપ્ત ભાગે પાટુ માર્યું હતું.જેથી તેઓને ડાબી સાઈડના શુક્રપિંડમાં ગંભીર ઇજા થતાં શુક્રપીંડનો કાયમી નાશ થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ઇજા પામેલા યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News