મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ


SHARE





મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ

 આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે ઘણા દર્શનાર્થીઓ આવે છે અને ના માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તન્દુરસ્તી માટે અહી આવે છે અને માનતાઓ પણ મહિલાઓ દ્વારા આજના દિવસે પૂરી કરવામાં આવે છે ત્યારે બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાઈ છે જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે

શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાઠે પ્રગટ થયેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેમજ ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે તે માટે માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે અને સાથે શ્રીફળકુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે




Latest News