વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો


SHARE





મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો

મોરબીના બેલા ગામ નજીક આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરીકામ કરતાં યુવાનને નિયમિત કામે આવવા બહાને ઠપકો આપ્યો હતો અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં એક્ઝોટીકા કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિકાસકુમાર અનંતિપ્રસાદ યાદવ (22)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અભિષેક રામસુમેર યાદવ રહે. મૂળ યુપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે. કે, આરોપીએ કારખાનામાં નિયમિત કામે આવવા બહાને ફરિયાદીને ઠપકો આપ્યો હતો ત્યારબાદ લાકડી અને પાઇપ વડે તેને શરીર અને માથામાં માર માર્યો હતો જેથી યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને ફ્રેક્ચર થયું હોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News