મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે


SHARE





મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે

લોકોની ફરિયાદો/ પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો સપ્ટેમ્બર -૨૦૨૬ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૩/૯ ના રોજ સવારે ૩:૩૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા.૧૦ મી સપ્ટેમ્બર સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા સાથે અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. આ અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. અને સુનિશ્ચિત તારીખ બાદ આવેલી અરજીઓ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેવું અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.  આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો, સ્વાગત પોર્ટલ, પી.જી. પોર્ટલના પ્રશ્નો તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News