મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ


SHARE





માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ

માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ધરાવતા યુવાન સાથે બે શખ્સોને મનદુઃખ ચાલતું હતું અને ભંગારના ડેલા પાસે યુવાનનો કૌટુંબિક ભાઈ ચોકીદાર તરીકે કામ કરતો હોય ત્યાં હાજર હતો ત્યારે સ્કોર્પિયો ગાડીમાં 4 શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાનને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પડી હતી જેથી તેને ગાડીમાં આવેલા બે શખ્સોએ કહ્યું હતું કે “ડેલો ખાલી કરી દેજે જો અહીંયા દેખાણા તો જાનથી મારી નાખશું અને કહી દેજે અલ્તાફને ભંગારનો ડેલો ખાલી કરી દે નકર તને અને અલ્તાફ જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયાના ખીરઈ ગામે રહેતા સુલતાનભાઈ રહેમાનભાઈ સામતાણી (47)હાલમાં ઇકબાલભાઈ હાજીભાઇ મોવર અને રણમલભાઈ દિલાવરભાઈ સામતાણી રહે. બંને ખીરાઈ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના કૌટુંબિક કાકાના દીકરા અલ્તાફને આરોપીઓ સાથે મનદુખ ચાલે છે અને અલ્તાફે ભાડે રાખેલ ભંગારના ડેલે ફરિયાદી રાતે ચોકીદારી કરતો હોય આરોપીઓ કાળા કલરની સ્કોર્પિયો ગાડી લઈને ત્યાં ભંગારના ડેલા પાસે આવ્યા હતા અને ત્યારે આરોપી ઈકબાલ અને રણમલ તથા અન્ય બે અજાણ્યાશખ્સે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઈકબાલ અને રણમલાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓની પાસે રહેલ છરીને કાઢીને ફરિયાદીને છરી બતાવી હતી તેમજ તેને છરી મારવા માટે દોડ્યા હતા અને કહ્યું હતું કે, “ડેલો ખાલી કરી દેજે જો નહીં દેખાણા તો જાનથી મારી નાખીશું અને અલ્તાફને કહી દેજે ભંગારનો ડેલો ખાલી કરી દે નકર તને અને અલ્તાફને જાનથી મારી નાખશું” ત્યારબાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા હાલમાં આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News