મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિર પાસે આવેલ દરગાહ હટાવી રાજવી પરિવાર પાસેથી મિલકત સરકાર હસ્તક લેવાની માંગ


SHARE







મોરબીમાં મણીમંદિર પાસે આવેલ દરગાહ હટાવી રાજવી પરિવાર પાસેથી મિલકત સરકાર હસ્તક લેવાની માંગ

મોરબીમાં આવેલ અતૈહાસીક ધરોહર સમાન  મણીમંદિરની બાજુમાં દરગાહ બનાવવામાં આવી છે જેને દૂર કરવાની માંગ સાથે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજવી પરિવારને ટોકન દરે આપવામાં આવેલ મણીમંદિરમાં મ્યુઝિયમ બનાવવા સહિતની તમામ શરતોનો ભંગ કરવામાં આવેલ છે જેથી કરીને આ મિલકતને ફરી સરકાર હસ્તક લેવાની માંગ કરવામાં આવી છે

હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલ સિંગાળા (હિંદુસ્તાની), કમલભાઇ દવે, કમલેશ બોરિચા સહિતના આગેવાનો અને હોદેદારો દ્વારા મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં લખ્યું છે કે, મોરબી ખાતે આવેલ ૧૦૦ વર્ષથી પણ વધારે સમય જુની હેરીટેઝ સ્મારક મણીમંદિર આવેલ છે જે ગુજરાતની ઐતીહાસીક અદભુત ઇમારત છે જેને ગુજરાત દ્વારા ટોકન દરે મોરબીના રાજવી પરિવારને વર્ષ ૨૦૦૮ માં મ્યુઝિયમ બનાવવા માટે પરત આપેલ છે અને હાલમાં મણીમંદિર મોરબી સ્ટેટના રાજ માતા પાસે છે જેની બાજુમાં દરગાહનું દબાણ થયેલ છે તેને દૂર કરવાની અને આ ઇમારતને સરકાર હસ્તક લેવાની માંગ કરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૦૧ માં ધરતી કંપ આવ્યો હતો ત્યારે આ ઇમારતને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું ત્યાર બાદ તેને સમાર કામ અને જાળવણી માટે અને મ્યુઝિયમ બનાવવા માટે ગુજરાત રાજય તરફથી ટોકન દરે ઐતિહાસીક સ્મારક મણીમંદિર પરત આપવામાં આવેલ છે જો કે, આજ દિવસ સુધી ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવેલ નથી અને લોકોને જોવા માટે તેને ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી આટલું જ નહિ મણીમંદિરની બાજુમાં ખુબ જ નાની દરગાહ ગેરકાયદેસર દબાણ કરીને અગાઉ બનાવવામાં આવી હતી

ત્યાં આજની તારીખે વિશાળ દરગાહ બનાવી નાખવામાં આવી છે અને ત્યાં હજુ પણ બાંધકામ ચાલુ છે ત્યારે સ્થાનીક પ્રસાસનને આ ગેરકાયદેસર બાંધકામ અટકાવા માટે કોઈ જ પગલા લીધા નથી જેના લીધે આજે મણીમંદિરના કમ્પાઉન્ડમાં તેની દિવાલને અડીને જ ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે જેથી કરીને આ ગેરકાયદે દબાણને તોડવામાં આવે અને મોરબીના રાજવી પરિવારે સરકાર સાથે કરેલા કરારની શરતોનો ભંગ કર્યો છે જેથી કરીને આ ઇમારતને રાજવી પરિવાર પાસેથી પરત લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે






Latest News