વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ, નાણાની અને પ્રેમની ચિંતામાં ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળી..

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં રહેતા પરીવારની યુવતી ઘરેથી ગુમ થઈ જતા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે. બી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઈ મકનભાઈ સરસાવાડીયા (48)એ પોલીસ મથકે જાહેર કયુર્ં હતું કે તેઓની દીકરી હેમાંગીબેન નિલેશભાઈ સરસાવાડીયા (18) ગત તા.29/7ના સાંજે છએક વાગ્યે ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે. ઘરમેળે શોધખોળ છતાં તેણીનો પત્તો ન લાગતા હાલ પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એ.એમ. ઝાપડીયાએ હેમાંગીબેનની શોધખોળ શરૂ કરેલ છે.જયારે ફડસર ગામનો રણજીત બાબુભાઈ રાઠોડ (24) નામનો યુવાન આમરણ- ફડસરના રોડ ઉપર અગમ્ય કારણોસર ફીનાઈલ પી ગયો હતો. જેથી તેને સિવિલે સારવાર માટે ખસેડાતા તાલુકા પોલીસ મથકના એમ.પી. ઝાલાએ બનાવના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

ગુમ પરત
 મોરબીના લાલપર ગામનો શૈલેષભાઈ અવચરભાઈ જેતપરીયા (41) ગુમ થયો હતો જે હેમખેમ ઘરે પરત ફર્યો છે. મિત્રો પાસેથી ઉછીના લીધેલ પૈસા પરત આપવાના હોય અને ધંધો બરોબર ચાલતો ન હોય ગુમ થયો હોવાનું તેણે પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. જયારે પાનેલી ગામે રહેતો ઉમેશ સંજયભાઈ પરસાડીયા (22) નામનો યુવાન તા.10/7ના ગુમ થયો હતો. પોલીસે તેને બીહાર ખાતેથી શોધી કાઢયો હતો. પ્રેમ સંબંધ બાબતે તે મોરબીથી બીહાર ચાલ્યો ગયો હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું. તેમજ માણેકવાડા ગામે રહેતા પરીવારની પુષ્પાબેન વાલજીભાઈ ચૌહાણ (27) નામની યુવતી કારખાને ગયા બાદ ગુમ થઈ હતી. જેથી પોલીસને જાણ કરાયેલ હતી. તપાસ દરમ્યાન સાથે કામ કરતા અર્જુન સંતુભાઈ રાહીદાર રહે. મુળ મીર જેતુપુર રાયબરેલી સાથે હોવાનું સામે આવ્યું હતું તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

યુવાન સારવારમાં
 મોરબીના મકનસર ગામે રહેતો રણજીતભાઈ રાજાભાઈ મોહરા (21) નામનો યુવાન વાંકાનેર નજીકના રાતીદેવડી ગામે કારખામામાં કામ કરતો હતો ત્યારે વીંછી કરડી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે ઢુવા-માટેલ રોડ ઉપર થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જેનુબેન સૈયદભાઈ બુખારી (22) અને સુમિયાબાનુ નજીદભાઈ બુખારી (24) રહે. બંને શનાળા મોરબીને ઈજાઓ થતા બંનેને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News