મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન


SHARE





ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન

ભારત વિકાસ પરિષદમોરબી શાખા તથા IMA (Indian Medical Association)ના સંયુક્ત ઉપક્રમે કલ્યાણ વજેપર ગામ પ્રાથમિક વિદ્યાલય, આલાપ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, બ્લડ ગ્રુપ ચેકઅપ તથા આરોગ્ય  શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખાની મહિલા સહભાગીતા પાંખ દ્વારા આયોજિત આ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિબિરમાં ડૉ. પ્રકાશ વિડજા (પ્રિ કયોર લેબોરેટરી) તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા, જરૂરી આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ રિપોર્ટ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉપરાંત જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળશે તેમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે કાંતિભાઈ પાવાગઢ (તેના સંબંધી હાલ કેનેડા) દ્વારા મહત્તવપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો, જેના બદલ ભારત વિકાસ પરિષદમોરબી શાખાએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાંત સંયોજક ડૉ. જયેશભાઈ પનારા તથા મોરબીમાં વિ.પ.ના મહિલા  કોમલબેન પનારા, સભ્ય સંદિપભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા. ભારત વિકાસ પરિષદમોરબી શાખા દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્યાણ વજેપર પ્રાથમિક વિદ્યાલયના આચાર્ય, તમામ શિક્ષકગણ તથા સ્ટાફે આયોજનથી લઈને વિદ્યાર્થીઓના સંકલન, વ્યવસ્થા અને સમગ્ર કામગીરી દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. તેમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને ઉત્તમ સંકલનના કારણે આરોગ્ય શિબિર સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.




Latest News