હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો


SHARE







મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં જુની સ્કૂલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં પુત્ર સાથે ઝઘડો કરતી વ્યક્તિને સમજાવવા ગયેલા યુવાનનું સામેવાળાએ પથ્થર મારીને નાક તોડી નાખ્યું હતું અને પગના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી.જેથી ગુનો નોંધાવવામાં આવેલ છે.

હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવજીભાઇ બેચરભાઇ ઉપસરીયા કોળી (૩૬) ધંધો મજૂરી રહે.ઇન્દિરાનગર ખોડીયાર માતાના મંદિર પાસેની શેરી સામેકાંઠે મોરબી-૨ એ તે જ વિસ્તારમાં રહેતા ભાવેશ ઉપસરીયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સામે વાળો તેમના દિકરા ક્રિષ્ના દેવજીભાઇ સાથે ઝઘડો-બોલાચાલી કરતો હોય તે બાબતે તેઓ ભાવેશને સમજાવવા માટે ગયા હતા.ત્યારે સામેવાળા ભાવેશએ લાજવાના બદલે ગાજવા લાગીને ગાળો આપી હતી અને બાદમાં છુટા પથ્થરનો ઘા કરીને ફરિયાદી દેવજીભાઈને નાકના ભાગે ઇજા કરી હતી.તેમજ ડાબા પગે થાપાના ભાગે ફેકચર જેવી ઇજા કરી હતા.હાલ ગુનો નોંધાતા બીટ જમાદાર એ.એમ.ઝાપડિયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો

મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા બે યુવાનો ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા યુવાનોને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બાદમાં ઇજાગ્રસ્ત પૈકીના પ્રેમજીભાઈ ઉર્ફે સંજયભાઈ અરજણભાઈ પરમાર (૩૯) દ્વારા સામેવાળા જયેશભાઇ વેલજીભાઈ શેખવા રહે.પ્રેમજીનગર મકનસર તા.મોરબી સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.અને જણાવવામાં આવ્યું હતું કે સાહેદ ધર્મેન્દ્રભાઈને જયેશ શેખવા ગાળો આપતો હોય જે બાબતે ફરિયાદી પૂછવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીને ડાબી બાજુના ખંભાના ભાગે અને બગલના ભાગે છરી જેવા હથિયાર વડે બે ઘા મારતા ફરીયાદીને ટાંકા આવ્યા હતા.તેમજ સાહેદ ગોરધનભાઈ કોળીને પણ જયેશે છરી જેવા ધારદાર હથીયારથી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી.તેમજ ફરિયાદીઅને સાહેદને ગાળો આપી હતી.જેથી ભોગ બનેલ પ્રેમજીભાઈએ જયેશ શેખવા સામે ગુનો નોંધાવતા હાલ બીટ વિસ્તારના જમાદાર અનિલભાઇ પરમાર દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરાયેલ છે.

યુવતી સારવારમાં

વાંકાનેરના રીક્ષા સ્ટેન્ડ નજીક જયાબેન સુરેશભાઈ સોલંકી (૧૯) રહે.ચોટીલા ફિનાઈલ પી ગયેલ હોય તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે ટંકારા નજીક છતર ગામે જીઆઇડીસી વિસ્તારમાં ગાડી પલ્ટી મારી જવાના બનાવમાં ઇજા પામેલ રામજીભાઈ દેવજીભાઈ (૩૫) રહે.ભુજ જી.કચ્છ ને ટંકારા ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલએ લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મીંયાણાના ચાંચાવદરડા ગામે વાડી વિસ્તારમાં કામ કરતા વિપુલ લાલજીભાઈ બાવરવા (૩૯) ને વિંછી કરડી જતા તેને અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News