મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી


SHARE







શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી

મોરબીના મચ્છુ 2 ડેમની અંદર વરસાદીની પાણીની આવક ધીમે ધીમે ઘટવા લાગી છે અને ઉપરવાસમાં વરસાદ પણ ધીમો પડી ગયો છે જેથી હવે ડેમના દરવાજાની સંખ્યામાં ઘટડો કરવામાં આવેલ છે અને શનિવારે રાત્રે 8:30 વાગ્યે મચ્છુ 2 ડેમના 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યો છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

મોરબીના મચ્છુ 2 ડેમની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ તથા કેચમેંટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે આજે સવારથી મોરબીના મચ્છુ 2 ડેમમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણીની આવક થવા લાગી હતી જેથી ડેમના 4 દરવાજાને સવારે 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું હતું. જોકે ઉપરવાસમાંથી પાણીની આવક સતત ડેમમાં વધી રહી હતી જેથી કરીને ક્રમશઃ સાંજ સુધીમાં ડેમના 16 દરવાજાને 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને 1,08,800 ક્યુસેક કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ હતો જોકે સાંજના છ વાગ્યા પછી ઉપરવાસમાં વરસાદ ધીમો પડી ગયો છે અને કેચમેટ વિસ્તારમાં પણ વરસાદ નહીંવત છે અને વરસાદી પાણીની આવક ડેમમાં ઘટવા લાગી છે જેથી હવે ડેમના ખુલ્લા દરવાજાઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવેલ છે. હાલમાં સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે રાત્રીના 8:30 વાગ્યે મચ્છુ-2 ડેમના સાંજે જે 16 દરવાજા ખોલવામાં આવ્યા હતા તેમાંથી હવે માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા રાખવામા આવેલ છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે, ઉપરવાસમાંથી પાણીની આવક હજુ પણ ચાલુ છે જેથી ડેમના 4 દરવાજા ખુલ્લા રાખીને નદીમાં પાણી છોડવાનું ચાલુ જ રાખવામા આવશે.






Latest News