મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો


SHARE







મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો

મોરબીના સોખડા ગામે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ પહોંચી હતી અને ત્યાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ખેડૂતો સાથે મીટીંગ રાખવામાં આવી હતી અને તેમાં ખાનગી વીજ કંપનીના પોલના વળતર માટે જે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં એમઆરસી કમિટીની રચના કરવામાં આવી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી ત્યારે ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો કરી દેવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરમાં ખાનગી વીજ કંપનીના જે વીજપોલ ઊભા થાય છે તેની સામે નવી વળતર નીતિ મુજબ વળતર ચૂકવવામાં આવે તે માટે થઈને ગામો ગામ ખેડૂતોના પ્રતિનિધિને એમઆરસી કમિટીમાં સમાવેશ કરવા માટે પ્રયત્નો હાથ ભરવામાં આવ્યા છે તેના ભાગરૂપે અગાઉ જેતપર ખાતે પંચાયતની ઓફિસમાં ખેડૂતો સાથે મીટીંગ કરવામાં આવી હતી ત્યારે મિટિંગમાં ખેડૂતોએ એમઆરસી કમિટીમાં રહેવાની ચોખી ના પાડી હતી તેવી જ રીતે આજે મોરબીના સોખડા ગામે મોરબીના પ્રાંત અધિકારી તથા મોરબી તાલુકાના ઇન્ચાર્જ મામલતદારની ટીમ પહોંચી હતી અને ખેડૂતો સાથે મીટીંગ રાખવામાં આવી હતી અને સરકાર દ્વારા તા. 4/7/2026 ના રોજ ખાનગી વીજ કંપનીના પોલ સામે નવી વળતર નીતિનો જે પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તેમાં એમઆરસી કમિટીની રચના કરવાની છે અને ખેડૂતના પ્રતિનિધિનો પણ તેમાં સમાવેશ કરવાનો છે તે બાબતે અધિકારીઓ દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવતા હતા ત્યારે ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નવી વળતર નીતિનો પરિપત્ર જ ખેડૂતોને મંજૂર નથી તો તેની એમઆરસી કમિટીમાં રહેવાનો મતલબ શું છે ? અને જેટલી મહેનત અધિકારીઓએ દ્વારા ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ એમઆરસી કમિટીમાં પ્રતિનિધિ નિમવા માટે કરવામાં આવે છે તેટલી મહેનત સમસ્યાને ઉકેલવા માટે કરવામાં આવતી નથી જો ખેડૂતોની વ્યાજબી માગણીને ઉર્જા વિભાગ ધ્યાને લઈને નવો પરિપત્ર બનાવે તે દિશામાં અધિકારીઓએ દ્વારા કામ કરવામાં આવે અને ખેડૂતોની વાતને સરકાર સુધી પહોંચાડવામાં આવશે તો અધિકારીઓને ગામો ગામ એમઆરસી કમિટીના પ્રતિનિધિ શોધવા માટે ભટકવું નહીં પડે તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News