મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર


SHARE







મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર

સૌરાષ્ટ્રના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશનુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયાનો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયાનુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ હતું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મોની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે. ત્યારે તા.૨૯-૭-૨૦૨૬ ના રોજ તેમની સાતમી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબીના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ તકે કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા,અનિલભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા, કિશોરભાઈ સુવાગીયા, નરેન્દ્રભાઈ સંઘાત, નીતિનભાઈ ડોબરીયા, શ્યામભાઈ ભાખર, કાર્તિકભાઈ ભાખર, કેયુરભાઈ ભાખર, હરમીનભાઈ રાબડિયા, મુકેશભાઈ રામાણી, ધર્મેશભાઈ રામાણી, મયુરભાઈ રામાણી, ભરતભાઈ પટેલ, રવજીભાઈ પટેલ સહીતના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહીતના હાજર રહ્યા હતા.






Latest News