મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી


SHARE







મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી

મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જુદાજુદા તાલુકાની સરકારી કચેરીઓની મુલાકાત લેવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર અને હળવદ તાલુકામાં આવેલ વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર રહેલા અરજદારોની સાથે સીધો સંવાદ કર્યો હતો

સરકરી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બને તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. અને કલેક્ટરે વાંકાનેર મામલતદાર અને પ્રાંત કચેરીની તપાસ હાથ ધરીને અરજદારોની વિવિધ શાખાઓની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર નગરપાલિકા ખાતે વેરા વસૂલાત અને જન્મ-મરણ નોંધણી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ DILR કચેરી ખાતે સિટી સર્વે નોંધ અને વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારના પાત્ર લાભાર્થીઓને રહેણાંક પ્લોટ-મકાન સહાય મળે તથા ગામતળ, સ્મશાન અને કબરસ્તાન જેવી જમીન માંગણીઓના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે અર્થે સઘન કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ તાકીદ કરી હતી.

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કલેક્ટરે હળવદ પોલીસ સ્ટેશનની તપાસણી કરી રજિસ્ટરો, વિવિધ શાખાઓ અને પરિસરનું નિરીક્ષણ કરી નાગરિકોને સમયસર તથા સંવેદનશીલ પોલીસ સેવાઓ મળે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ તેમણે સબ રજિસ્ટ્રાર કચેરી તેમજ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની સમીક્ષા કરી કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે સ્થળ પર ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધીને કચેરીઓ દ્વારા મળતી સેવાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.






Latest News