મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા


SHARE







માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા

માળીયા (મી) તાલુકાના વવાણીયા તથા ભાવપર ગામે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 11 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 26,170 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સનાભાઈ દેવાભાઈ સોમાણી (46) રહે. વવાણીયા, રમેશભાઈ કાનજીભાઈ ચારોલા (50) રહે. ચમનપર, રાજભા મયુભા દરબાર (58) રહે. વવાણીયા, રાઘવજીભાઈ શિવલાલભાઈ કાવર (65) રહે. લક્ષ્મીવાસ, વ્રજલાલભાઈ શીવાભાઈ કાવર (64) રહે. લક્ષ્મીવાસ અને શૈલેષભાઈ પ્રભુભાઈ ખીમાણીયા (59) રહે. વવાણીયા વાળા મળી આવ્યા હોય પોલીસે 14,850 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે જુગારની બીજી રેડ માળિયા તાલુકાના ભાવપર ગામે તળાવની પાળ પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મુસ્તાકભાઈ હાસમભાઇ સુમરા (28) રહે. માણેકવાડા, મશરૂભાઈ સિંધાભાઈ વેસરા (50) રહે. ભાવપર, ચંદુભાઈ જીલુભા જાદવ (49) રહે. ભાવપર, યુનુસભાઈ અબ્દુલભાઈ રાઉમા (55) રહે. ભાવપર અને ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (26) રહે. ભાવપર વાળા મળી આવ્યા હોય પોલીસે 11,320 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના બંને ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News