માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર
SHARE
મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર
મોરબીના જેતપર ગામેથી ખેડૂતો દ્વારા વીજપોલના વળતર બાબતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં આંદોલન પાર્ટ 3 અંતર્ગત ગામો ગામ આવેદનપત્ર દેવામાં આવી રહ્યા છે બીજી બાજુ જેતપર ગામે જે ઉપવાસી છાવણી નાખવામાં આવી હતી તે આજની તારીખે પણ ચાલુ છે અને ત્યાં જુદા જુદા ગામના ખેડૂતો મહિલાઓ સહિતના લોકો આવે છે અને પ્રતિક ઉપવાસ કરતા હોય છે તેવામાં ગઈકાલે રાત્રે રાકેશભાઈ અમૃતિયા દ્વારા આગામી સમયમાં જેતપર ગામે 10 લાખ લોકોને ભેગા કરીને આંદોલનમાં આગળ શું કરવું તે નક્કી કરશું તેવો હુકાર કરવામાં આવ્યો હતો અને ગામમાં અધિકારીઓ અને નેતાઓ માટે 144 ની કલમ લગાવી દેવામાં આવી છે હવે જોઈએ કોણ આવે છે તેવી પણ ચીમકી ઉતરવામાં આવી હતી.
મોરબીના જેતપર ગામે જે ઉપવાસી છાવણી ખેડૂતોની ચાલુ છે ત્યાં દરરોજ દિવસ દરમિયાન જુદા જુદા ગામના ખેડૂતો અને મહિલાઓ પ્રતિક ઉપવાસ કરવા માટે થઈને આવતા હોય છે અને રાત્રિ દરમિયાન ધુન ભજન વગેરે જેવા કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે મંગળવારની રાત્રે ઉપવાસી છાવણી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીના ભાઈ અને અગાઉ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કરનારા રાકેશભાઈ અમૃતિયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તે પ્રકારનો સંકેત આપ્યો છે.
જેમાં રાકેશભાઈ અમૃતીએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદની આગાહી હોવાના કારણે થોડું આંદોલન ધીમું પડ્યું છે પરંતુ અગાઉ જે 10 લાખ જેટલા લોકો ઉપવાસી છાવણી આવ્યા હતા તે તમામ દસ લાખ લોકોને જેતપર ગામે ભેગા કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતો નક્કી કરશે કે આગળ આંદોલન કઈ રીતે ચલાવવું અને આગામી સમયમાં જરૂર પડશે તો ખરપિયા લેવાની પણ તૈયારી ખેડૂતો દ્વારા કરી લેવામાં આવી છે એટલે કે વરસાદ વિરામ લે ત્યાર બાદ ખેડૂતો ફરી પાછા મેદાનમાં આવે અને આંદોલન ઉગ્ર બને તેવી શક્યતાઓ હાલમાં રાકેશભાઈ અમૃતિયાના નિવેદન ઉપરથી દેખાઈ રહી છે.
અત્યારે ઉલ્લેખનીય છે કે જેતપર ગામે શરૂ થયેલ આંદોલનની અસરના ભાગરૂપે હવે જુદા જુદા જિલ્લાને તાલુકામાં ખેડૂતો દ્વારા બિન રાજકીય સંગઠન બનાવીને સ્થાનિક અધિકારીઓને આવેદનપત્ર આપીને સરકાર દ્વારા 4/7/26 ના રોજ જે નવી વળતર નીતિ માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનો અસ્વીકાર કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે ત્યારે આગમી સમયમાં જેતપર ગામે 10 લાખ લોકો એકત્રિત કરવાનો જે હુંકાર કરવામાં આવ્યો છે તેનાથી અધિકારીઓથી લઈને સરકારની ઊંઘ ઉડી જાય તેવું છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.