મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી


SHARE







ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી

ટંકારાના લજાઈ ચોકડી પાસે રસ્તાની હાલત અતિદયનીય છે અને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કામ કરવામાં આવતું નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનો દ્વારા ચોકડી પાસે સ્ટેટ હાઇવેનો રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો જેની જાણ ટંકારા પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ત્યાં પહોચી હતી અને 3 શખ્સોની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી

મોરબી રાજકોટ રોડની ફોરલેન બનાવવા માટે વર્ષ 2016 માં ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જોકે, કમનસીબે રોડનું કામ પૂર્ણ થયું નથી ત્યાં ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે ખાસ કરીને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે અને લજાઈથી લઈને મોરબી સુધી આવવા જવાના રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાના કારણે અધિકારીઓ અને નેતાઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવતું નથી અને રોડની મરામત કરવામાં આવતી નથી

દરમ્યાન મંગળવારે લજાઈ ચોકડી પાસે સ્થાનિક વેપારીઓ તથા ગામના લોકો દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ વ્યક્ત કરવા માટે થોડીવાર સ્ટેટ હાઈવેનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને આ તકે ગામના લોકોએ જણાવ્યું હતું કે હાલમાં રોડ રીપેર કરવા માટે પ્રતિકાત્મક વિરોધ કર્યો છે જો હવે અધિકારીઓ અને નેતા દ્વારા આ ઉબડખાબડ રોડ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં રોડ રસ્તા બાબતે ઉગ્ર આંદોલન કરીને ચક્કાજામ કરવામાં આવશે જોકે, અધિકારીઓ અને તંત્ર કયારે જાગશે તે તો આગામી સમય જ બતાવશે.

ઉલેખનીય છે કે, ટંકારાની લજાઈ ચોકડી પાસે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વગર રોડ રસ્તા બાબતે વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી તાત્કાલિક ટંકારા પોલીસ ત્યાં પહોંચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવીને વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને પોલીસે હાર્દિકભાઈ નાનજીભાઈ ઘોડાસરા (35) રહે. રવાપર ચોકડી દર્પણ સોસાયટી મોરબી, બંસીભાઈ દિનેશભાઈ દલસાણીયા (29) રહે. છાત્રાલય રોડ મોરબી અને પંકજભાઈ દયારામભાઈ મસોત (55) રહે. લજાઈ વાળાને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી






Latest News