વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા


SHARE







મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

મોરબીના લધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની નીચેના ભાગમાં આવેલ ગ્રીન સિટી ઓફિસમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 33,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબીમાં લધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ નીચે ગ્રીન સિટી ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પરસોત્તમભાઈ ટપુભાઈ પરમાર (40) રહે. સોઓરડી મોરબી, મનસુખભાઈ દેવરાજભાઈ આદ્રોજા (69) રહે. શ્રીમદરાજ સોસાયટી મોરબી તથા જયેશભાઈ ગોપજીભાઈ રાઠોડ (46) રહે. ભડીયાદ રોડ જંગલેશ્વર મંદિર પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 33,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

માળીયા મીયાણાની મોટી બજારમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા હિતેશભાઈ નારણભાઈ ચાવડા (42) રહે. માળીયા વાળો મળી આવતા પોલીસે 170 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. #morbi #મોરબી 






Latest News