ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
SHARE
મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
મોરબીના ટિંબડી પાટીયા નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળના પગથીયા ઉપરથી યુવાન લપસી પડ્યો હતો જેથી તેને માથાના ભાગે ઇજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું છે જયારે મોરબીના બેલાથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ કેમિકલના કારખાનામાં કામગીરી દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં ધરમપુર ટિંબડી ગામના પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપની પાછળના ભાગમાં સનલેક્ષ ફેબ્રિક કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા અર્જુનકુમાર યોગેન્દ્ર શાહ (24) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કોલોનીમાં બીજા માળે પગથિયા ઉપર હતો ત્યારે ત્યાંથી પગ લપસતા પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ વેજનાથ કેમિકલ ખાતે કામ કરતા સમયે શંકરદાસ બોરાહારીદાસ (26) રહે. બેલા વાળાને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી









