મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ


SHARE







મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં રેડ કરી હતી.તેમજ ઘરની અંદર સર્ચ કરવામાં આવતા જુદી જુદી ચાર બ્રાન્ડની દારૂની ૧૦ બોટલો મળી આવતા રૂપિયા ૩૬,૮૦૦ ની કિંમતનો દારૂ પકડ્યો હતો અને દંપતી સામે ગુનો નોંધી તેમને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નંબર એમ-૪૦ ના એક ફ્લેટમાં દરોડો પાડયો હતો.ત્યાં રેડ દરમિયાન જુદી જુદી ચાર બ્રાન્ડની વિસ્કી અને સ્કોચની કુલ મળીને દસ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૩૬,૮૦૦ ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને મકાન માલિક ધર્મેન્દ્ર રોહિતભાઈ દેવાયતકા (બારોટ) તથા કાજલબેન ધર્મેન્દ્રભાઈ દેવાયતકા સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ જેટ કજરીયા કારખાના નજીક રહીને મજૂરી કામ કરતા શાહિદ યુસુફભાઈ ખલીફા અન્સારી (૪૦) ને સાપ કરડી જતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના ઢુવા ખાતે રહેતા સોયલખાન રજાકખાન નામના ૨૭ વર્ષના યુવાનને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં જાંબુડીયા ગામે સીમ વિસ્તારમાં કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજા થવાથી મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના રાતાભેર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા હિતેશ તુલસીભાઈ વસાવા મૂળ રહે.ભરૂચ વાળાની તબિયત અચાનક લથડી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે થયેલ મારામારીના બનાવમાં અખ્તર ઈકબાલભાઈ બુખારી (૨૬) તથા અલ્તાફ ઈકબાલભાઈ બુખારી (૨૯) ને ઇજાઓ થઈ હતી.જેથી સારવાર માટે સિવિલએ લાવવામાં આવ્યા હતા.બાદમાં અલ્તાફભાઈ ઈકબાલભાઈ બુખારી (૨૯) રહે.આમરણ એ સામેના પક્ષના વસીમ મામદ સોલંકી રહે.આમરણ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગામના બસ સ્ટેશન પાસે બોલાવીને તેઓ સાથે મારામારી કરવામાં આવી હતી. "કેમ અમારી સાથે કામે આવતો નથી ?" તેમ કહીને ઝઘડો કર્યા બાદ ફડાકા મારી ઢીકાપાટુુનો માર મારવામાં આવ્યો હતો.






Latest News