મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ


SHARE





બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ

મોરબી જિલ્લા બેટી બચાવો, બેટી પઢાવોયોજના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા તા. ૨૮/૭ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, રૂમ નં. ૧૩૬ ખાતે કોફી વિથ કલેક્ટરકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓની ધો. ૬થી ૧૨ માં અભ્યાસ કરતી તેમજ વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓ ઉપસ્થિત રહેશે. દરમિયાન જિલ્લા કલેક્ટર દીકરીઓ સાથે સંવાદ કરી શિક્ષણ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી સેવાઓમાં ઉપલબ્ધ તકો, વ્યક્તિત્વ વિકાસ તથા જીવનલક્ષી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દીકરીઓ સાથે આત્મીય સંવાદ કરશે જેમાં સરકારી સેવાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, કારકીર્દી માર્ગદર્શન, જાહેર વહીવટમાં ઉપલબ્ધ તકો તેમજ જીવનલક્ષી પ્રેરણા જેવા વિષયો પર માર્ગદર્શન આપશે જેમાં દીકરીઓને પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને કલેક્ટર સાથે સીધો સંવાદ કરવાની પણ તક મળશે.

આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને કલેક્ટર કચેરીમાં કાર્યરત વિવિધ શાખાઓ અને કચેરીઓ મુલાકાત કરાવવામાં આવશે. વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પોતાની શાખાની કામગીરી, નાગરિકોને આપવામાં આવતી સેવાઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવશે. આ મુલાકાત દ્વારા દીકરીઓને સરકારી વહીવટને નજીકથી સમજવાની અને ભવિષ્યમાં જાહેર સેવા ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા મળશે. કાર્યક્રમ દ્વારા દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે, સરકારી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધે, જાહેર જીવનમાં તેમની ભાગીદારી મજબૂત બને તેમજ તેઓ આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક તરીકે વિકસે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે




Latest News