મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી


SHARE







આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી

મોરબીમાં નિર્દયતાથી પથ્થરનો ઘા મારીને રસ્તે રજડતા શ્વાનની આંખ એક શખ્સ દ્વારા ફોડી નાખવામાં આવી હતી અને આ બનાવ સીસીટીવી કેમેરામાં થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબીમાં દરબારગઢ નજીક આવેલ પારેખ શેરીમા આવેલી ખોખાણી શેરીમાં રજડતા શ્વાનને મારવા માટે થઈને એક શખ્સ દ્વારા પથ્થર હાથમાં લેવામાં આવેલ હતો અને ત્યારબાદ શ્વાનને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે નિર્દયતા પૂર્વક પથ્થરનો ઘા મોઢા ઉપર મારવામાં આવ્યો હતો જેથી શ્વાનની એક આંખ ફૂટી ગઈ હતી અને ત્યારબાદ આ શખ્સ ત્યાં શ્વાનને માર માર્યા બાદ સ્કૂટર ઉપર બેઠો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે, શ્વાનને પથ્થર મારવામાં આવ્યો હતો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેથયેલ હોય તેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને શ્વાનને પથ્થર માર મારનાર શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે ગતા. 17/7 ના રોજ સાંજના 6 વાગ્યાના આસરામાં ખોખાણી શેરીમાં ખૂણા પાસે બેસતા યુવાનો પૈકી એક શખ્સ દ્વારા રસ્તા રજડતા શ્વાનને મોઢાના ભાગે પથ્થરનો ઘા મારવામાં આવેલ હતો ઘટનાનો સીસીટીવી કેમેરાનો વિડિયો સામે આવતા જીવદયા પ્રેમીઓ સહિતના લોકો અબોલ જીવને નિર્દયતા પૂર્વક માર મારનારા શખ્સ ઉપર ચોમેરથી ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.






Latest News