સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ


SHARE





મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારોકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ

મોરબી મહાપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં પણ લાતી પ્લોટના ઉદ્યોગકારો અને વેપારીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને ખાસ કરીને ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ ગારોકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય લાતી પ્લોટ વિસ્તારમાં છવાઈ જતું હોવાથી કારખાનેદારો અને વેપારીઓ પોતાની દુકાને જઈ શકતા નથી તો ગ્રાહકો કેવી રીતે તેની દુકાને આવે તે સવાલ ઉઠી રહ્યો છે

મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના નાના-મોટા અનેક કારખાના આવેલા છે તેમાં હજારો લોકોને રોજગારી મળતી હોય છે જેથી મોરબી તથા ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ સહિતના લોકો ત્યાં રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે પરંતુ ચોમાસાના ચાર મહિના દરમિયાન તેઓ પોતાના જીવના જોખમે આ વિસ્તારમાં રોજગાર મેળવવા માટે જતા હોય તેવો ઘાટ જોવા મળે છે કારણ કે તમામ વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ ગારોખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. અને તેના લીધે ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ થતા હોય છે તેમ છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી

લાતી પ્લોટના સ્થાનિક વેપારી ચંદ્રકાંતભાઈ મોઢા અને કરમણભાઈ મકવાણાના જણાવ્યા મુજબ છેલ્લા 40 વર્ષથી તેઓ ત્યાં દુકાન ધરાવે છે અને દર વખતે ચોમાસામાં આ વિસ્તારની હાલત દયનીય હોય છે અને વેપારીઓ તથા ઉદ્યોગકારો પણ પોતાની દુકાન કે મિલકતમાં જઈ શકતા નથી તો આ વિસ્તારની અંદર ગ્રાહકો કેવી રીતે માલની ખરીદી કરવા માટે આવે અને લોકો પોતાના ધંધા રોજગાર કેવી રીતે ચલાવે તેવું પણ ક્યારેય અધિકારી કે પદાધિકારી વિચારતા જ નથી. જ્યારે લોકો રોડ બનાવવાની વાત કરે ત્યારે પદાધિકારી અને અધિકારીઓ આવીને સારા રોડની લોલીપોપ આપીને જાય છે

લાતી પ્લોટના ઉદ્યોગકારો સમગ્ર મોરબીમાં સૌથી વધુ ટેક્સ મહાપાલિકામાં ચૂકવે છે તો પણ સારા રોડ કેમ મળતા નથી તે બાબતે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, હાલમાં લાતી પ્લોટની ઉભી અને આડી 14 શેરીમાં રસ્તાઓને મોટરેબલ કરવાનું કામ ચાલી રહી છે. અને જે જગ્યાઓએ ભૂગર્ભ અને સ્ટોમ વોટરના પાણીનો નિકાલ કરવા માટે પાઇપ લાઇન પરવામાં આવી છે ત્યાં માટીનું પુરણ વ્યવસ્થિત ન થયું હોય તો ત્યાં પ્રીમિક્સ નાખીને રસ્તાને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં અધિકારીના કહેવા મુજબ જો વરસાદ ન આવે તો આગામી 15 દિવસની અંદર લાતી પ્લોટની તમામ શેરીઓ મોટરેબલ થઈ જશે જો કેછેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાના ચાર મહિના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ લાતી પ્લોટની હોય છે જો કેઆ ચોમાસામાં શું સ્થિતિ થશે તે તો હવે સમય જ બતાવશે.




Latest News