સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE





મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે

મોરબી જિલ્લાના સરકારી સેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉત્સાહી યુવાનોને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડવા માટે મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૪૫ કલાકે એલ.ઇ. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ (સામા કાંઠે), મોરબી ખાતે “UPSC/GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર” યોજાશે.

આ કરિયર સેમિનારમાં મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાજેતરમાં જ GPSC વર્ગ-૧ ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર નવનીયુક્ત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહીને ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, સમય વ્યવસ્થાપન અને પરીક્ષા પાસ કરવાની સફળ વ્યૂહરચના વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રુચિ ધરાવતા જિલ્લાના તમામ યુવાનોને આ તકનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ માટેની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી ઈચ્છુક ઉમેદવારોને સત્તાવાર ગૂગલ લિંક https://forms.gle/SdMwN6wNnjYsSQGL7 અથવા જાહેર કરવામાં આવેલા QR કોડ મારફતે સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News