વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે


SHARE







મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

મોરબી જિલ્લામાં સરળ, નિષ્પક્ષ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુથી સરકારી મોટર વાહન ખાતાના નિયમોનુસાર વાહનોના પસંદગીના નંબર માટેની ઓક્શન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી મોરબી ખાતે ટુ-વ્હીલર વાહનો માટેની નવી સીરીઝ ‘GJ36 BD’ માં પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો માટે ઓનલાઈન હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રક્રિયા અંતર્ગત વાહન માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને સત્તાવાર પોર્ટલ https://parivahan.gov.in/fancy/ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવવાની રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ તા. ૨૫/૦૭/૨૦૨૬ થી તા. ૦૧/૦૮/૨૦૨૬ સુધીમાં નિયત પાયાની રકમ ઓનલાઈન ભરીને 'CNA' ફોર્મ દ્વારા અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૦૩/૦૮/૨૦૨૬ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલા નંબર માટે ઓનલાઈન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે. CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમા તારીખમાંથી જે વહેલું હોય તેના સાત દિવસમાં અને RTO ટેક્સ ભર્યા બાદ જ ભરી શકાશે. હરાજીમાં સફળ ઉમેદવારે બિડિંગની તફાવતની રકમ (રૂ. ૧૦૦૦ ના ગુણાંકમાં) પરિણામ જાહેર થયાના પાંચ દિવસમાં ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તેઓ ડિસ્ક્વોલિફાય થશે. જ્યારે અસફળ અરજદારોની પાયાની રકમ ૫ થી ૭ દિવસમાં તેમના બેંક ખાતામાં ઓનલાઈન પરત જમા કરી દેવાશે. સફળ ઉમેદવારોએ નાણાં ભરેલી પહોંચ અને અલોટમેન્ટ લેટર સાથે RTO કચેરીએ અરજી જમા કરાવવાની રહેશે તેમ મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News