મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા


SHARE



















મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા

મોરબી જિલ્લામાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સમાનતા આધારિત અને સકારાત્મક કાર્યશૈલીનું નિર્માણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, મહાનગરપાલિકા કમિશનરની કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013" (POSH Act) અન્વયે તાલીમ અને જાગૃતિ સેમિનારો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.

આ સેમિનારોમાં કાયદાના નિષ્ણાતો દ્વારા POSH Act ની વિવિધ જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના, ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા અને લિંગ સંવેદનશીલતા વિશે વિસ્તૃત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ મિશન શક્તિ, સંકલ્પ હબ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ પોર્ટલ સહિતની સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા ચુસ્ત કાયદાકીય પાલનની કટિબદ્ધતા દર્શાવી હતી. આગામી સમયમાં જિલ્લાના તમામ વિભાગોમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું નિરંતર આયોજન કરવામાં આવશે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ત્રાંબા પ્રાથમિક શાળામાં સેમિનાર યોજાયો

મોરબી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રાંબા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષકો માટે "કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, ૨૦૧૩" (POSH Act) અન્વયે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું










Latest News