મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા


SHARE







મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થઇ જતાં ઇજા પામેલા દેવરાજભાઇ વામજા (ઉ.વ. 68, રહે. આલાપ સોસાયટી, રવાપર રોડ) ને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખેસડાયા હતા. જ્યારે પંચાસર ચોકડી નજીક વાડી વિસ્તારમાં રહેતા ચંદ્રીકાબેન ગોવિંદભાઇ કણસરીયા (ઉ.વ. 34) ને ચારેક લોકોએ માર મારતા ઇજા પામેલ હાલતમાં સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ હળવદના ટીકર ગામે રહેતા દિપીલ રાઠોડ નામના 13 વર્ષના બાળકને સાપ કરડી જતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

હળવદ મારામારી
હળવદના મીંયાણી ગામે રહેતા રૂખડભાઇ દેલવાણીયાને ગામમાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લવાયો હતો જ્યારે હળવદ ખાતે રહેતા પરિવારની ચાર વર્ષની દિકરી તાનીયા પુરાણી પહેલા માળેથી નીચે પડી જતાં ઇજા પામેલ હોય અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

માળીયા મીંયાણાના ખાખરેચી ગામે વાડીએ રહી મજુરી કરતો મુકેશ સોહમભાઇ નામનો યુવાન કોઇ કારણસર વાડીએ દવા પી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદના ચુંપણી ગામે રહેતા મુળ પંચમહાલના મનાભાઇ નીનામાને વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ઇલ્યાસ ઉસ્માનભાઇ શેખને વાંકાનેર ખાતે વાહન અકસ્માતમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે માળીયાના ખાખરેચી ગામે રહેતા પિયુષ માત્રાભાઇ ભરવાડ નામના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે મોરબી લવાયો હતો. દીઘડીયા ગામે થયેલ અકસ્માતમાં ઇજા પામેલ વસંતગીરી ગૌસ્વામી (ઉ.વ. 54, રહે. અદેપર, મોરબી)ને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.

સગીરા સારવારમાં
હળવદના દેવળીયા ગામે વાડીએ રહી મજુરીકામ કરતાં પરિવારની નીશાબેન પંડિતભાઇ નાયકા નામની પંદર વર્ષની સગીરા કોઇ કારણસર દવા પી ગયેલ હોય તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યારે માળીયા મીં.ના નવલખી ખાતે આવેલ જુમાવાડીમાં રહેતો અલી અબ્દુલ શેખ નામનો પાત્રીસ વર્ષીય યુવાન નવલખી ખાતે રેલવે ફાટક પાસે આવ્યો હતો. ટંકારાના હડમતીયા ગામે રહેતા શાંતાબેન લાલાભાઇ ગારડીને લજાઇ-હડમતીયા વચ્ચે કોઇ બાઇક ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત શાંતાબેનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News