ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ


SHARE







માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ

મોરબી જીલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધી બાયપાસ રોડ બાનવનો છે અને તેમાં જશાપર ગામની ગોલાઈ કાપીને સીધો નવો બાયપાસ બનશે જેમાં ઘણા ખેડૂતોની જમીન કપાઈ રહી છે જેથી આ નવા બાયપાસનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે તેવામાં સોમવારે રસ્તાની માપણી માટે મામલતદાર સહિતની ટિમ ત્યાં સ્થળ ઉપર આવી હતી ત્યારે ગ્રામજનો દ્વારા કામનો વિરોધ કરવામાં આવ્યો હતો

માળીયા મિયાણા તાલુકાનાં જશાપર ગ્રામના લોકોએ આગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત તેઓના ગામના ખેડૂતોની જમીન કપાતમાં જાય છે જેથી કરીને આ કામનો વિરોધ કર્યો હતો અને હાલમાં જે રોડ આવલો  છે તેનો જ ઉપયોગ કરીને કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી તેવામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નવા બની રહેલા બાયપાસની માપણી કરવા માટે આવેલા અધિકારીઓનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો અને ગ્રામજનોએ રસ્તો ચક્કાજામ કરી દીધો હતો અને ખાસ કરીને હાલમાં અધિકારીઓએ દ્વારા ખેડૂતોને કોઇપણ પ્રકારની નોટીસ વગર જ માપણીનું કામ કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને ખેડૂતોએ કામનો વિરોધ કર્યો હતો વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું કે, પીપળીયા ચાર રસ્તાથી માળિયા સુધીનો રોડ બનેલ છે તેમાં અગાઉ જમીન સંપાદિત થઇ હતી જેથી કરીને તે રસ્તાનો ઉપયોગ કરીને નવો બાયપાસ રોડ કાઢવામાં આવે તેવી માંગ કરી હતી જોકે, માળીયાના મામલતદારે ડેપ્યુટી કલેકટર પાસે જઈને ખેડૂતોને રજૂઆત માટે કહ્યું હતું અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.




Latest News