ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે ફોન ઉપર થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને અને તેની બહેનને માર માર્યો


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે ફોન ઉપર થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાનને અને તેની બહેનને માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા યુવાનને ફોન ઉપર થયેલી બોલાચાલીનો ખાસ રાખીને તેના ઘરની બહાર ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો જેથી યુવાન તેના ઘરની બહાર આવતા દંપતી અને તેના દીકરએ યુવાન સાથે માથાકૂટ કરી હતી અને ત્યાં મહિલાએ યુવાનને ગાલ ઉપર પાંચ થી છ જાપટો મારી દીધી હતી જેથી યુવાનને બચાવવા માટે તેની બહેન વચ્ચે પડતા તેને પણ વાળ પકડીને નીચે પાડી દઈને માર મારવામાં આવ્યો હતો આમ યુવાનને તેની બહેનને માર મારવામાં આવતા બંનેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા રાજુભાઈ બાબુભાઈ રાઠોડ (34) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધનજીભાઈ ઉર્ફે દેવજીભાઈ રાઠોડ, પુનમબેન ધનજીભાઈ રાઠોડ તથા સતીશ ધનજીભાઈ રાઠોડ રહે. ત્રણેય ખાખરેચી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કે ધનજીભાઈએ તેઓને ફોન કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખાર રાખીને ધનજીભાઈએ ફરિયાદીને ઘરની બહાર બોલાવતા તે તેના ઘરની બહાર ગયો હતો  ત્યારે પૂનમબેને ફરિયાદીને પાંચથી છ જાપટો મારી દીધી હતી અને ત્યારે તેને વચ્ચે બચાવવા માટે થઈને ફરિયાદીની બહેન સોનુબેન પડતા પૂનમબેને સોનુબેનના વાળ પકડીને નીચે પછાડી દીધી હતી અને ત્યારે ફરિયાદી પોતાની બહેનને છોડાવવા જતા સતિષભાઈએ ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો જ્યારે ધનજીભાઈ અને પૂનમબેને મૂઢમાર મારી જપાજપી કરી હતી અને ફરિયાદીને નીચે પાડી દેતા તેને ડાબા હાથના પંજામાં ઇજાઓ થઈ હતી આમ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી તથા સાહેદને ગાળો આપી હતી અને માર માર્યો હતો જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે




Latest News