મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ત્રણ વખત જમવાની માંગવા છતાં ન આપતી મહિલાના મોબાઈલને પતિએ તોડી નાખતા કર્યો આપઘાત: માળીયા (મી)ના ખાખરેચી ગામનો બનાવ


SHARE





ત્રણ વખત જમવાની માંગવા છતાં ન આપતી મહિલાના મોબાઈલને પતિએ તોડી નાખતા કર્યો આપઘાત: માળીયા (મી)ના ખાખરેચી ગામનો બનાવ

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા યુવાનની પત્નીને યુવાને જમવાનું આપવા માટે બેથી ત્રણ વખત કહ્યું હતું અને ત્યારે તેની પત્ની મોબાઈલ જોતી હતી જેથી યુવાન અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ યુવાને ગુસ્સામાં આવીને તેની પત્નીના હાથમાં રહેલ મોબાઈલ ફોનને તોડી નાખ્યો હતો જેથી મનોમન લાગી આવતા મહિલાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ એક્ઝીશન કારખાનાના લેબલ કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નેત્રસિંહ રામપ્રતાપસિંહ ગોડ (25ના પત્ની રાખીસિંહ ગોડ (19એ લેબર કવાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાને તેના પતિ નેત્રસિંહએ બેથી ત્રણ વખત જમવાનું કાઢવા માટે કહ્યું હતું પરંતુ તેની પત્ની મોબાઇલ જોતી હોય તેણે જમવાનું પીરસ્યું ન હતું જે બાબતે પતિ એન પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારે નેત્રસિંહ તેના પત્નીના હાથમાં રહેલ મોબાઈલ ફોન લઈને તોડી નાખ્યો હતો જેથી ઝઘડા અને મોબાઈલ તોડી નાખવા બાબતે મનોમન લાગી આવતા મહિલાએ લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News