મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી


SHARE









સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી

મોરબી સહિત સમગ્ર ગુજરાત અને દેશની અંદર યનકેન પ્રકારે સાઇબર ફ્રોડની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે દરમિયાન મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં જોડાયેલ એક મહિલાના મોબાઈલ નંબર ઉપર શાળાના સંચાલકના નામે ફોન કરીને મહિલાની પાસેથી ઓટીપી મેળવી લેવામાં આવ્યો હતો અને તે મહિલાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને હેક કરી મહિલાઓની સાથે જોડાયેલ વ્યક્તિઓને ઈમોશનલ બ્લેકમેલ કરી 30,000 રૂપિયા મેળવી લીધા હતા અને જેથી બનાવની ભોગ બનેલ મહિલાના પતિએ તેના ભાગીદારના ફોનમાંથી સામે વાળાને ફોન કરતા આરોપીએ તેને ફોન કરીને દસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ભડાકે દેવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં યુવાને કરેલ ફરિયાદ આધારે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ઘૂનડા રોડ ઉપર આવેલ ફ્લોરા 11 માં રહેતા સીરામીક કારખાનેદાર ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટિયા (34) એ હાલમાં જુદા જુદા બે મોબાઈલ ફોન નંબર 73855 99069 અને 92740 42378 ના ધારકોની સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓની દીકરી નાલંદા વિદ્યાલયમાં ભણતી હોય સ્કૂલનું વ્હોટસએપ ગ્રુપ હેક કરીને તેમાંથી ફરિયાદીના પત્ની શિલ્પાબેનનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ નાલંદા વિદ્યાલયના સંચાલક કાર્તિકભાઈ પાંચોટિયા તરીકેની ઓળખ આપીને તેઓને ફોન કરવામાં આવ્યો હતો અને શિલ્પાબેન પાસેથી ઓટીપી નંબર મેળવી લીધો હતો ત્યારબાદ શિલ્પાબેન ના વ્હોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ હેક કરવામાં આવ્યું હતું અને તેઓની સાથે જોડાયેલા વ્યક્તિઓને મેસેજ કરીને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. દરમિયાન શિલ્પાબેનના ભાઈ તેમજ બનેવી પાસેથી કુલ મળીને 30000 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા જે અંગેની શિલ્પાબેનએ તેના પતિને જાણ કરતા જે નંબર ઉપરથી પૈસા માટે થઈને ફોન આવ્યો હતો તેમાં ફરિયાદીએ ફોન કર્યો હતો ત્યારે તેઓની સાથે સામેવાળી વ્યક્તિએ વાત કરી ન હતી અને ફોન કટ કરી નાખ્યો હતો જેથી તેઓએ પોતાના ભાગીદાર વિશાલભાઈ લક્ષ્મણભાઈ ભોરણીયાના મોબાઈલ ફોન ઉપરથી ફોન કર્યો હતો ત્યારબાદ બીજા દિવસે વિશાલભાઈ ભોરણીયાના ફોનમાં ફ્રોડ કરનાર વ્યક્તિએ રાત્રિના સમયે ફોન કરીને દસ લાખ રૂપિયાની ખંડણી માગીને ભડાકે દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આવી જ રીતે મોરબીમાં સ્કૂલ, ટ્યુશન ક્લાસ, બ્યુટી પાર્લર વિગેરેના સંચાલકોના વ્હોટસએપ ગ્રુપ હેક કરીને મેસેજ કરીને ઓટીપી મંગાવી લઈને સ્કૂલ ફીના નામે નાણા પડાવા માટેની કોશિશ કરવામાં આવતી હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 






Latest News