મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા ગામ નજીક તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ કારખાના નજીક પાણી ભરેલા તળાવમાં યુવાન ડૂબી ગયો હતો જેથી યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની બાજુમાં એન્ટીલા સીરામીક કારખાના નજીક આવેલ તળાવમાં કોઈપણ કારણોસર સંજયભાઈ નંદકિશોરભાઈ બાલમુચુ (18) રહે એન્ટીલા સિરામિક કારખાનામાં બેલા વાળો કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેના મૃતદેહને લાલસીંગ પૂર્ણચંદ્ર મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના મકનસર ગામે વાદી વિસ્તારમાં રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા (25)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિનયભાઈ પરસોતમભાઈ પટેલ (29) નામના યુવાનને ઘૂટું ગામ નજીક આવેલ લેટેસ્ટ ગાર્ડન ખાતે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. 
#morbi #મોરબી






Latest News