મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું


SHARE







મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું

દેશના તેજસ્વી અને અસાધારણ ક્ષમતા ધરાવતા બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવાના ઉમદા હેતુથી ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ-૨૦૨૬ માટેના પ્રતિષ્ઠિત "પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)" અંતર્ગત ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય એવોર્ડ એવા બાળકોને એનાયત કરવામાં આવે છે જેમણે સાહસિકતા, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ તેમજ ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આ પુરસ્કાર માટે અરજી કરનાર બાળકની ઉંમર નોમિનેશનના સમયે ૧૮ વર્ષથી ઓછી હોવી અનિવાર્ય છે.


પાત્રતા ધરાવતા રસ ધરાવતા બાળકો, તેમના વાલીઓ, શાળાઓ તેમજ વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ પોતાની નોંધપાત્ર સિદ્ધિ કે સેવા અંગેના સત્તાવાર આધાર-પુરાવા સાથે તા. ૩૧/૦૭/૨૦૨૬ સુધીમાં ભારત સરકારના સત્તાવાર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in પર જઈને ઓનલાઈન નોમિનેશન કરાવી શકે છે. આ પુરસ્કારની પસંદગી પ્રક્રિયા, નિયમો અને પાત્રતા અંગેની વિગતવાર માહિતી પણ આ જ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર અંગેની કોઈપણ પ્રકારની મૂંઝવણ, માર્ગદર્શન કે વધુ માહિતી મેળવવા માટે મોરબી જિલ્લાના નાગરિકોએ જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૩૧, બ્લોક-સી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી-૨ની કચેરીનો રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે, તેમ મોરબીના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. વિપુલ ડી. શેરસીયાની યાદીમાં જણાવાયું છે.






Latest News