મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન


SHARE







મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન

માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા નિરાધાર બાળકોના સર્વાંગી ઉત્કર્ષ, ભરણપોષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર હમેશાં એક સક્ષમ વાલીની ભૂમિકા નિભાવે છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અમલિત પાલક માતા-પિતા યોજનાઅને મુખ્યમંત્રી બાળસેવા યોજનામોરબી જિલ્લાના ત્રાજપર ગામના શ્રમિક પરિવારની દીકરી રેખાબેન છબીલદાસ વેડિયા માટે સાચા અર્થમાં માવતરની સંવેદનાના છાયો સાબિત થઈ છે

નાની ઉંમરે માતા-પિતા ગુમાવ્યા બાદ રેખાબેનની જિંદગીને સરકારી યોજનાના પથદર્શક સથવારે નવી દિશા આપી છે. આ યોજના હેઠળ મળેલા શૈક્ષણિક પ્રોત્સાહનના બળે રેખાબેને એમ.એ. (M.A.) સુધીનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને પોતાના પગભર બન્યા છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જ્યારે રેખાબેનના જીવનમાં લગ્નનો પવિત્ર અવસર આવ્યો, ત્યારે નવી ગૃહસ્થી શરૂ કરવા માટે રાજ્ય સરકારે સાચા માવતરની જેમ પડખે ઊભા રહીને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળની દીકરીના લગ્ન સમયે સહાય યોજનાઅંતર્ગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી સીધા રેખાબેનના બેંક ખાતામાં રૂ. ૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની મોટી આર્થિક સહાય કરી હતી. સરકારે આ સહાય થકી દીકરીનું કન્યાદાન કરી તેનો હૂંફનો સહારો આપ્યો છે.

આ સહાય અંગે પ્રતિભાવ આપતા રેખાબેન જણાવે છે કે, “આ લગ્ન સહાય માત્ર સરકારી પૈસા નથી, પરંતુ મારા જેવા અનેક લોકો માટે સમાજમાં સન્માનજનક અને સ્વાભિમાની નવું જીવન શરૂ કરવાનો મજબૂત પાયો છે. માતા-પિતાની ખોટ તો કોઈ ન પૂરી શકે પણ અમારા માટે માવતરની ભૂમિકા ભજવવા સરકારના દિલથી આભારી છીએ.” ‘પાલક માતા-પિતા યોજનાઅથવા મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મેળવી ચૂકેલી દીકરીઓ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા બાદ લગ્નગ્રંથિથી જોડાય ત્યારે આ યોજના હેઠળ રૂ. ૨,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અરજદારોએ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીઅથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત, લાભાર્થી દીકરીઓ જાતે પણ ડિજિટલ માધ્યમથી સરકારના સત્તાવાર ઓનલાઇન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ (esamajkalyan.gujarat.gov.in) પર જઈને ઘરેબેઠા સરળતાથી અરજી કરી શકે છે.






Latest News