મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું


SHARE







મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખામાં આજે એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણનો ઉમેરો થયો છે. મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા દ્વારા લિખિત પાથેયનામના પ્રેરણાદાયી પુસ્તકનું વિમોચન ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેના હસ્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમખાતે કરવામાં આવ્યું હતું.

પુસ્તક વિશે વિશેષ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોડીયાએ જણાવ્યુ હતું કે, આ પુસ્તક માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે વૈચારિક ભાથું (પાથેય) પૂરું પાડે છે. આ પુસ્તકમાં મહત્વપૂર્ણ વિષયો પર ખૂબ જ ઊંડાણપૂર્વક અને રસપ્રદ માહિતી આપવામાં આવી છે. જનસંઘની સ્થાપનાથી લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધીની સંઘર્ષ ગાથા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના મૂળ સમાન પંચનિષ્ઠાની વિસ્તૃત સમજ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા પક્ષના પથદર્શકોના જીવન અને કાર્યોનું આલેખન, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જાગ્રત થયેલી રાષ્ટ્રચેતના અને વિકાસયાત્રાની ગૌરવશાળી વિગતો આપવામાં આવી છે.

પુસ્તક વિમોચન પ્રસંગે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવેએ લેખક અને જિલ્લા અધ્યક્ષ  જયંતીભાઈ રાજકોડીયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પુસ્તક આગામી પેઢીના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શિકા સાબિત થશે. પક્ષના પાયાના સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદની ભાવનાને જન-જન સુધી પહોંચાડવામાં 'પાથેય' મોટું યોગદાન આપશે. આ તકે મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તકના સફળ પ્રકાશન બદલ જયંતીભાઈ રાજકોડીયાને શુભેચ્છાઓ આપી હતી.






Latest News