મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE







મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી નવા એસ.ટી. બસ સ્ટેશનથી શ્રીનાથજી એસ.ટી. વોલ્વો એ.સી. બસને લીલી ઝંડી આપીને બસના નવા રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના પ્રવાસીઓની લાગણી અને માંગણી હતી કે શ્રીનાથજી જેવા ધાર્મિક સ્થાન સુધી બસની સેવા મળી રહે. તેથી મોરબીના ધારાસભ્ય તરીકે મોરબીવાસીઓની માંગને વાચા આપીને રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરતાં આ માંગને તાત્કાલીક સ્વીકારીને મોરબીથી નાથદ્વારા બસ ફાળવવામાં આવી છે આ બસ મોરબીથી દરરોજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૫.૦૦ વાગ્યે  શ્રીનાથજી પહોંચશે જેથી કરીને ભાવીકોને મંગળા આરતીના દર્શનનો પણ લ્હાવો મળી શકશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પાલીકા પ્રમખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઈ તથા નગરપાલીકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News