મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ


SHARE







નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ

રાજ્યભરના તમામ આરોગ્ય કેન્દ્રો-મંદિરો સ્વચ્છ અને સુવિધાજનક બને તેવા ઉમદા આશય સાથે મોરબી ખાતે ૭ દિવસીય નમો સ્વચ્છતા અભિયાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સામુહિક સ્વચ્છતા મહાઅભિયાન શુભારંભનો કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી આયોજિત નમો સ્વચ્છતા અભિયાનના રાજ્યવ્યાપી લોન્ચિંગ કાર્યક્રમનું ઉપસ્થિત તમામ મહાનુભાવો, તબીબો અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ હોસ્પિટલ્સ અને આરોગ્ય મંદિરોમાં વ્યાપક સફાઈ સુનિશ્ચિત કરી દર્દીઓ તેમજ સામાન્ય જનતાને વધુ સારી, આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવાનો છે. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.વી. શ્રીવાસ્તવે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા, મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ વિશ્વાસ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, સ્થાનિક પદાધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલનો સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.






Latest News