મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું


SHARE







મોરબી એવન્યુ પાર્કમાં ગૌસેવાના લાભાર્થે યોજાયેલ કથામાં ૬.૨૫ લાખનું દાન આવ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક સોસાયટી ખાતે એવન્યુ પાર્ક મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ ગૌસેવાના લાભાર્થે આયોજન કરવામા આવ્યુ હતુ. આ કથા ભાગવતાચાર્ય સુહાગભાઈ દવેના વ્યાસાસને યોજાયેલ હતી અને ભાગવત સપ્તાહમા આવતા વિવિધ ધાર્મિક ઉત્સવો ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવવામા આવ્યા હતા. અને ગૌસેવાના લાભાર્થે આયોજીત સપ્તાહમા ૮.૫ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઈ હતી. જેમાંથી કથાનો ખર્ચ બાદ કરતા આશરે ૬.૨૫ લાખ જેટલી રકમ ગૌસેવામા ઉપયોગમા લેવામા આવશે.શ્રીમદ્ ભાગવત સપ્તાહને સફળ બનાવવા મીતાબેન જોશી, રમાબેન કોઠીયા, ગીતાબેન કૈલા, રિયાબેન ગ્વાલાણી, હેતલબેન જોશી, અનિતાબેન હીરાણી, ઝરણાબેન પંડ્યા, હેમાલીબેન રાચ્છ, જાગૃતિબેન કૈલા, શારદાબેન બારૈયા, હસુભાઈ ચંડીભમર, માવજીભાઈ બરાસરા, રમણીકભાઈ ચંડીભમર, દેવેન્દ્રભાઈ હિરાણી, પ્રવિણભાઈ સેતા, ભરતભાઈ ગ્વાલાણી, વિનુભાઈ કાથરાણી, સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી.શ્રીમદ્ ભાગવત સપ્તાહના સફળ આયોજન બદલ સોસાયટીના તમામ રહીશો તેમજ સહયોગીઓ, રોકડીયા હનુમાન મંદિરના મહંત તથા બજરંગ ધૂન મંડળનો આયોજકોએ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો. તેવું નિર્મિત કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News