મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા યુવાનને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના ઘર પાસે તે આંટા ફેરા કરતો હતો જેથી યુવતીના માતા-પિતા, ભાઈ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ દ્વારા યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવેલ હતો અને યુવાનને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો તેમજ યુવાનને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનેલા યુવાને બી ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે હાલમાં 4 આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા વાળી શેરીમાં રહેતા ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા (26)એ મોરબી બી ડિવિઝનમાં નિરંજનભાઈ બિંદ, તેના પત્ની મંજુબેન બિંદ, તેનો દીકરો હિમાંશુ, તેનો ભાણેજ ચંદન અને મોહન આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી કે, આરોપી નિરંજનભાઇ અને મંજુબેનની દીકરી સાથે તેને પ્રેમ સંબંધ હોય તે અવારનવાર તેઓના ઘર પાસે આવજા કરતો હોય જે તેઓને સારું નહીં લાગતા ફરિયાદી તથા સાહેદો ત્રાજપર ગામ પાસે આવેલ ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં બેઠા હતા ત્યારે મંજુબેન અને હિમાંશુ બંને ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને ઝાપટો મારીને ગાળો આપી હતી તેમાં ઠામ પતાવી દેવાની ધમકી આપી હતી ત્યાર બાદ નિરંજનભાઇ અને તેના બંને ભાણેજ સ્થળ ઉપર આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો તેમજ નિરંજનભાઇએ સાહેદને માથાના ભાગે છુટા પથ્થરના ઘા મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે મોહનએ તેની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયારમાંથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી બી ડિવિઝન પીઆઇ જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી રહી હતી દરમિયાન મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં આરોપીઓ હોવાની હકીકત પોલીસને મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપી નિરંજનભાઇ તિલકપ્રસાદ બિંદ અને હિમાંશુભાઈ નિરંજનભાઇ બિંદ રહે. બંને પાવન પાર્ક સોસાયટી મૂળ રહે. બિહાર, ચંદનભાઈ મહેશભાઈ જમાદાર રહે. હાલ બેલા મૂળ રહે. બિહાર તથા મોહનભાઈ અનુજભાઈ બિંદ રહે. હાલ લધીરપુર રોડ એન્ટી કારખાના પહેલા મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News