મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો


SHARE







મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો

મોરબીના થોરાળા ગામ પાસે આવેલ ગેસ એજન્સીના ગોડાઉનને ખોલીને તેમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી કરવામાં આવેલ છે જેથી 99 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ગેસ એજન્સીના સંચાલક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને હાલમાં ચોરીમાં ગયેલા ગેસના બાટલા તેમજ રિક્ષા સહિત 1.49 લાખના મુદમાલ સાથે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી છે

મૂળ મોરબી તાલુકાના થોરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં શનાળા રોડે આવેલ રામનગર સોસાયટી ખાતે રહેતા રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા (56)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, થોરાળા ગામની સીમમાં તેઓનું ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સીનું ગોડાઉન આવેલ છે અને ગત તા. 27 ના રાત્રિના 8:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ગોડાઉનના દરવાજાને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને દરવાજો નહીં તૂટતા દરવાજાને હુકમાંથી ખોલી ખસેડી નાખ્યો હતો અને ત્યારબાદ ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલા જેની કિંમત 99 હજાર રૂપિયા થાય છે તે ગેસના બાટલાઓની ચોરી કરવામાં આવેલ હતી જેથી ગેસ એજન્સીના સંચાલક દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને દરમિયાન બાટલાની ચોરી કરનાર શખ્સ મોરબીના ભડિયાદ ગામની સીમમાં મિલેનિયમ સિરામિક ટાઇલ્સની પાછળના ભાગમાં હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચોરીમાં ગયેલ ગેસના બાટલા સહિત આરોપી ત્યાંથી મળી આવતા પોલીસે આરોપી ચિરાગ પ્રતાપસિંહ પરમાર (24) રહે. હાલ સાત હનુમાન સોસાયટી લીલાપર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા એલપીજીના 30 બાટલા તથા છકડો રીક્ષા નંબર જીજે 11 એક્સ 4234 જેની કિંમત 50,000 કુલ મળીને 1.49 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો છે આ કામગીરી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ. ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઇ સી.એસ.સોંદરવા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.એસ.તિવારી ચલાવી રહ્યા છે






Latest News