મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી


SHARE







મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી

આગામી ચોમાસુ સીઝનને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના ખેડૂતો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ, ખેડૂતોએ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા જાણીતા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.કોઈપણ સંજોગોમાં બિનઅધિકૃત વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી આવી ખરીદી ન કરવા અનુરોધ કરાયો છે.

વધુમાં, રાજ્યમાં ઉત્પાદન અને વેચાણ થતા આ કૃષિ ઈનપુટોની ગુણવત્તા તેમજ તેની ઉપલબ્ધતા (અછત) અંગે ખેડૂતોની રજૂઆતો કે ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ખેડૂતો સવારના ૧૦ થી સાંજના ૭ સુધી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી, ૨૩૦-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીનો રૂબરૂ અથવા ગુણવત્તા કે અછત અંગેની ફરિયાદો માટે મોરબી નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી (૦૨૮૨૨) ૨૪૧૭૨૨ ઉપર ટેલિફોનીક સંપર્ક કરી શકશે.તેમ મોરબી નાયબ ખેતી નિયામક (વિ.) ની યાદીમાં જણાવાયું છે.






Latest News