મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી


SHARE







ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી

સોના ચાંદી, ખાદ્ય વસ્તુઓ તેમજ રોકડા રૂપિયાની ચોરી થાય એવી ઘટનાઓ તો અનેક સામે આવી છે પરંતુ મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલ ગેસ એજન્સીના ગોડાઉનને ખોલીને તેમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી કરવામાં આવેલ છે જેથી 99 હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ગેસ એજન્સીના સંચાલક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

મૂળ મોરબી તાલુકાના થોરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં શનાળા રોડે આવેલ રામનગર સોસાયટી ખાતે રહેતા રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા (56)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, થોરાળા ગામની સીમમાં તેઓનું ફ્રીડમ ઇન્ડેન ગેસ એજન્સીનું ગોડાઉન આવેલ છે અને ગત તા. 27 ના રાત્રિના 8:00 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ગોડાઉનના દરવાજાને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને દરવાજો નહીં તૂટતા દરવાજાને હુકમાંથી ખોલી ખસેડી નાખ્યો હતો અને ત્યારબાદ ગોડાઉનની અંદર પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલા ગેસના ભરેલા 30 બાટલા જેની કિંમત 99 હજાર રૂપિયા થાય છે તે ગેસના બાટલાઓની ચોરી કરવામાં આવેલ છે જેથી ગેસ એજન્સીના સંચાલક દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News