મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ


SHARE







ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ

સંભવિત આપત્તિ સામે ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ ના લક્ષ્યાંક સાથે કામગીરી કરવા સૂચના; ડેમની સપાટી, આશ્રયસ્થાનો અને બચાવ-રાહત સામગ્રીની સઘન સમીક્ષા કરાઈ, નદી-નાળાની સફાઈ, ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા અને ભયજનક ઇમારતો અંગે તકેદારી રાખવા કલેક્ટરશ્રીની તાકીદ

આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત ભારે વરસાદ કે આપત્તિની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાનમાલનું નુકસાન અટકાવવાના સુદ્રઢ આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા પ્રિ-મોન્સૂન બેઠક’ યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટરએ વિગતવાર સમીક્ષા કરતાં પાછલા વર્ષોના વરસાદના આંકડા અને અગાઉના અનુભવોના આધારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા તેમજ તાલુકા લાયઝન અધિકારીઓને સક્રિય ભૂમિકા ભજવવા સૂચના આપી હતી. આ ઉપરાંત, માળિયા પાસે મચ્છુ નદીના પાણીના સુચારુ નિકાલ માટે રેલ્વે નાળાની કામગીરીની સ્થિતિ, તમામ ડેમની ભયસૂચક સપાટી અને ડેમમાંથી પાણી છોડતા પહેલાં સ્થાનિકોને સમયસર એલર્ટ કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આપત્તિ વ્યવસ્થાપનને વધુ સક્ષમ બનાવવા માટે સ્થાનિક, તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ બચાવ-રાહત સાધનો, આશ્રયસ્થાનો, કંટ્રોલરૂમની કાર્યક્ષમતા અને પી.જી.વી.સી.એલ.ની પૂર્વ તૈયારીઓ તેમજ આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓના પર્યાપ્ત જથ્થા બાબતે કલેક્ટરએ સમીક્ષા કરી હતી.નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકાઓને ડી-વોટરિંગ પંપ તૈયાર રાખવા, નદી-નાળાની સફાઈ કરાવવા, હાઈવેની બંને બાજુ ડ્રેનેજ ક્લીન કરવા તેમજ રસ્તા અને બ્રિજની ચકાસણી કરી સાઈન બોર્ડ લગાવવા જણાવાયું હતું.સાથોસાથ, ભયજનક-જર્જરિત ઇમારતો હટાવી ત્યાં વસતા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવા પણ સૂચના આપી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ ફિલ્ડ સ્ટાફ અને અધિકારીઓએ પૂર્વ મંજૂરી વિના હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપી હતી. ઉપરાંત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ‘સચેત’  એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માર્ગદર્શન અપાયું હતું.આ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી,  એન.ડી.આર.એફ. ટીમની પ્રમુખ ઉપસ્થિતિ સહિત આપત્તિ વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News