મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો


SHARE







મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને ઠેરઠેરથી સમર્થન મળી રહ્યું છે તેવામાં આમરણ ચોવીસી વિસ્તારના ગામોમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું તેમજ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાનાભાઈ ભરતભાઈ અમૃતિયાએ આજે ઉપવાસી છાવણી ખાતે આવીને ખેડૂતોના આંદોલનને પોતાના સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો

મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ દીઠ પૂરતું વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આજે 12 માં દિવસે મોરબીના આમરણ ચોવીસી વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું ત્યારે જેતપર ગામના માર્ગો "જય જવાન જય કિસાન" ના નારાથી ગુંજી ઉઠ્યા હતા

ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસથી જેતપર ગામે જ આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ છે તેમાં અન્ય લોકોની સાથે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાનાભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ઉપવાસ કરી રહ્યા છે અને આજે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નાનાભાઈ ભરતભાઈ અમૃતિયાએ ઉપવાસી છાવણી ખાતે આવીને ખેડૂતો દ્વારા પોતાના હક માટે થઈને જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

આ ઉપરાંત મોરબી જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચો જેતપર ઉપવાસી છાવણીએ પહોંચ્યા હતા ત્યારે અદેપરના સરપંચ જનકસિંહ ઝાલાએ મંચ પરથી સરપંચ પદેથી રાજીનામું મુકવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, "હું ખેડૂત પુત્ર છું, ખેડૂતોના હિત માટે રાજીનામું આપું છું" અને તમામ સરપંચોએ મુખ્યમંત્રીને સંયુક્ત રીતે રાજીનામું મોકલવાનો નિર્ણય લીધેલ છે. વધુમાં તેઓએ ખેડૂતોના સમર્થનમાં આવેલા કલાકાર હકાભા ગઢવી અને રાજભા ગઢવીનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News