મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત


SHARE







ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત

 

જામનગરના જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલા કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી ગયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.અને તેનું સારવાર દરમિયાન તેનું મોત નિપજેલ છે.બનાવને પગલે મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવની આગળની તપાસ માટે જોડિયા પોલીસને જાણ કરેલ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગરના જોડિયા તાલુકામાં આવેલ માધાપર ગામે રહેતા જયશ્રીબેન એભલભાઈ દસકીયા તા.૧૩-૬ ના રોજ દવા પી ગયા હોય તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અને ચાલુ સારવાર દરમિયાન તા.૨૪-૬ ના છએક વાગ્યાના અરસામાં તેઓનું મોત થયુ હતું.જેથી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના આર.આર.મિયાત્રાએ પહોંચીને તપાસ કરી હતી અને બનાવ જોડીયા પંથકનો હોય આગળની તપાસ માટે જોડિયા પોલીસને જાણ કરી હતી.

બાળકી સારવારમાં

હળવદના દેવળીયા ગામે રહેતા પરિવારની અંકિતાબેન દિનેશભાઈ મોરવાડિયા નામની ૧૩ વર્ષની બાળકી ચરાડવા રોડ દેવળીયા ખાતેથી પગપાળા જતી હતી ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજા પામેલ હોય હળવદ હોસ્પિટલે લઈ ગયા હતા અને બાદમાં વધુ સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.તેમજ હળવદના દેવળિયા ગામે રહેતા પરિવારના લક્ષ્મણ ગોરધનભાઈ દેવીપુજક નામના ૧૬ વર્ષના સગીરને દેવડીયાના ચરાડવા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી.જેથી તેને પણ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના કંડલા હાઈવે જુની આરટીઓ કચેરી પાસે આવેલ ૐ શાંતિ સંકુલ નજીક મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા તૌફીક ફિરોજભાઈ પઠાણ (૨૮) રહે.યોગીનગર ત્રાજપક ખારી મોરબી-૨ ને ઇજાઓ પહોંચી હતી.રીક્ષા ચાલક સાથેના ઝઘડામાં ઈજા થઈ હોય તૌફિકને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

ટંકારાના લતીપર પાસે બે કાર વચ્ચે અથડામણ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં રાહુલ વાસુભાઈ પરમાર (૨૧) રહે.લાભનગર સામાકાંઠે વેજીટેબલ રોડ મોરબી-૨ ને ઇજા થઈ હોય અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ મોટો સીરામીક પાસે થયેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા ગુલફામભાઇ ઓસમાણભાઈ નામના ૨૬ વર્ષના યુવાનને ઇજા પહોંચી હોય ૧૦૮ વડે તેને સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મિંયાણાના ઝાઝાસર ગામે રહેતા ગણેશભાઈ લાખાભાઈ પાટડીયા કોઈ કારણસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હોય તેઓને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.






Latest News